Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Jan 24, 2021

પ્રખર વકતા ચિંતક ઓશો પછીના ફિલોસોફર એવા ભગવાન બ્રહ્મવેદાંતજીનું 89 વર્ષની ઉંમરે મહાપરી નિર્વાણ (14 જાન્યુઆરી 2021)

પ્રખર વકતા ચિંતક ઓશો પછીના ફિલોસોફર એવા ભગવાન બ્રહ્મવેદાંતજીનું 89 વર્ષની ઉંમરે મહાપરીનિર્વાણ 


આધ્યાત્મિક સામાજિક અને પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રમાં અનેક કામગીરી કરી

સ્વામી બ્રહ્મવેદાન્ત’ નામ ઓશોએ આપ્યું

બ્રહ્મવેદાંતજી ખૂબ જ સરળ અને સાદગીપૂર્ણ જીવન વ્યતિત કર્યું



પ્રખર વક્તા અને ચિંતક ઓછો પછીના ફિલોસોફર એવા ભગવાન બ્રહ્મવેદાંતજી તારીખ 14 1 2020 ના રોજ ગુરુવારે સવારે 7:30 વાગ્યે ૮૯ વર્ષની ઉંમરે મહાપરિનિર્વાણ પામેલ છે
બ્રહ્મવેદાંતજી ખૂબ જ સરળ અને સાદગીપૂર્ણ જીવન વ્યતિત કર્યું છે બ્રહ્મવેદાંતજી ના જીવનની ઝલક અને તેમના દ્વારા  આધ્યાત્મિક સામાજિક અને પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રમાં અનેક કામગીરી કરી છે .

બ્રહ્મવેદાંતજી બુદ્ધત્વની કક્ષાએ પહોંચી સંતની હસ્તી હતા

માધવપુરમાં આશ્રમની સ્થાપના 1960માં સ્વામી બ્રહ્મવેદાંતજી અને સન્યાસી દ્વારા કરવામાં આવી હતી છેલ્લા 60 વર્ષથી ઓશો આશ્રમ સતત સાધકોના આધ્યાત્મિક વિકાસ તેમજ પર્યાવરણ નું જતન કરીને કાર્યરત છે સ્વામી બ્રહ્મવેદાંતજી બુદ્ધત્વની કક્ષાએ પહોંચી સંતની હસ્તી હતા. જેઓ એ પોતાનું સમગ્ર જીવન દેશ-વિદેશથી આવતા સાધકોની ધ્યાન અને ઉચ્ચતર જીવનપ્રણાલી ના ઉપદેશ આપ્યો છે તેમજ શ્રમ યજ્ઞ કરીને સુંદર વૃક્ષો અને મંદિરો અને શિલ્પકળા સ્થાપત્યો થી સમૃદ્ધ કર્યું છે.

માધવપુર ની  પુણ્યભૂમિ પર જન્મ્યા હતા બ્રહ્મવેદાંત સ્વામી

માધવપુર ની  પુણ્યભૂમિ પર માતા મણીબાઈ ગોવિંદજીની કૂખે, પિતા મકનજી જ્ગજીવન શાહનાં ખોરડે, 1932ની છઠ્ઠી જુલાઈએ શ્રી હીરાલાલ શાહનો જન્મ થયેલો. જગજીવન દાદા  માધવપુરના નગરશેઠ, અને ઘરમાં  પુષ્ટિમાર્ગ પરંપરાનો પ્રભાવ હતો. 
હીરાલાલ શાહ કેવળ એક વર્ષના હતા, ત્યારે પિતા અને તેનાં છ વર્ષ પછી  માતાનો સાથ છૂટ્યો. એટલે, ૧૯૩૯માં તેઓ માસા હરજીવનદાસ અને માસી અમૃતાબાઈ પાસે મોટા થવા લાગ્યા. 


આબુ ખાતે,  ૧૯૭૨માં ‘ઓશો’ની શિબીરમાં  જ દીક્ષા લીધી, અને ‘સ્વામી બ્રહ્મવેદાન્ત’ નામ ઓશોએ આપ્યું.

૧૯૪૦થી  એમનાં બાળમન પર ગાંધીજીનો પ્રભાવ પથરાતો ચાલ્યો.  અભ્યાસ  છોડીને તેઓ ભારત છોડો  લડતમાં જોડાયા. એ વખતે રાષ્ટ્રીય ચળવળોમાં માત્ર રાજકીય કારકિર્દી બનાવવા લોકો ઝંપલાવતા નહિ. એ સંઘર્ષમાં વિનોબાજી, સ્વામી આનંદ, ક.મા. મુનશી, જેવા અનેક નક્ષત્રો હતા. એમની સોબત અને રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનન્દનાં  સાહિત્યનો અભ્યાસ એમનું વૈચારિક ઘડતર કરનાર અગત્યનું પરિબળ છે. જેને લીધે, જીવનનાં ચોથા દાયકામાં, ૧૯૬૭માં, શારદાગ્રામ શિબીરમાં, ‘ઓશો’  રજનીશજી સાથે પ્રથમ  સત્સંગ થયો. પુષ્ટિમાર્ગીય ગળથુથીમાં, સ્વાતંત્ર્યસંગ્રામના સાથીઓની સંગત અને સાધનામાર્ગનાં વિવિધ પ્રવાસીઓના અણમોલ પુસ્તકોમાંથી મેળવેલ અર્કનું મિશ્રણ તૈયાર હતું. જાણે લોઢું તપેલું હતું. રજનીશજીનો સંસર્ગ થતાં જ અજબ આકર્ષણ થયું. પછી તો, આબુ ખાતે,  ૧૯૭૨માં ‘ઓશો’ની શિબીરમાં  જ દીક્ષા લીધી, અને ‘સ્વામી બ્રહ્મવેદાન્ત’ નામ ઓશોએ આપ્યું.

વેરાવળમાં  ‘સંકેત’ – રજનીશ ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે કેવળ દૃષ્ટાભાવ જાગૃત થતા ‘ભગવાન’પદ મેળવ્યું


 સ્વામીજીએ આત્મકથનાત્મક પુસ્તકમાં કહ્યું કે "સન્યાસ લેવાયો ન હતો. સન્યાસ એ ઓશોની કૃપા હતી.એ ઓશોની (મારે માટે)પસંદગી હતી.”
બે વર્ષ પછી, 1974માં,  વેરાવળમાં  ‘સંકેત’ – રજનીશ ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે કેવળ દૃષ્ટાભાવ જાગૃત થતા ‘ભગવાન’પદ અનાયાસે મેળવ્યું.
ઓશો ઉપરાંત, ગાંધીજી,  ગુર્જિયેફ, વિમલા તાઈ અને તાવરિયાજીનો  પ્રભાવ સ્વામીજી પર  રહ્યો. એમનાં જમાઈ ડો. રાજેન વકીલ તો તાવરિયાજીની સાધના અને ધ્યાન પદ્ધતિનો લોકકલ્યાણ માટે પ્રસાર કરી રહ્યાં છે. 


સહજ સરળ નિર્મળ વાણીમાં પ્રવચન આપતાં સ્વામીજી જ સાધકોને મન ઓશો હતા.

 પરિવ્રાજક રામદુલારે બાપુ  ૧૯૭૨થી ૧૯૮૨ દરમિયાન અવારનવાર આશ્રમમાં આવતા-જતા અને સ્વામીજી આંતરિક વિકાસ માટે એમનું  માર્ગ દર્શન મેળવતાં. સ્વામીજીને તો  હિમાલય જવું હતું, પણ ‘રામદુલારે’ બાપુએ માધવપુર ખાતેની પોતાની વાડીમાં જ આશ્રમ બનાવવા કહ્યું. અને  પોતાના હક્કની અન્ય જમીન પણ અપાવી. આમ, 1975 આસપાસ માધવપુરનો આશ્રમ શરૂ થયો. ખરાબાની જમીન, ત્યજાયેલી પથ્થરની ખાણોના વિસ્તાર, અને હવે સરકાર પાસેથી મળેલી ‘મધુવન’ની જગ્યા પર આજે આશ્રમ શોભી રહ્યો છે. હજારો ચાહકો પ્રતિવર્ષ ત્યાં જીવતરનો થાક ઉતારવા આવે છે.   સહજ સરળ નિર્મળ વાણીમાં પ્રવચન આપતાં સ્વામીજી જ સાધકોને મન ઓશો હતા.


નિર્દોષ બાળક જેવું હાસ્ય સૌને મોહી લેતું

નિર્દોષ બાળક જેવું હાસ્ય સૌને મોહી લેતું. આશ્રમમાં કોઈ જ શુલ્ક નહિ. બસ આવો, પ્રકૃતિમય બનો, અનુકૂળતા હોય તો કૌશલ્ય અનુસાર સેવા કરી શકો છો. બાકી કોઈ ટકટક નહિ, અનિચ્છનીય Do's & Don'ts નહિ. આશ્રમ છે તો પ્રવચન આરતી વગેરેમાં હાજરી પણ ફરજિયાત નહિ.એવો એમનો સ્વભાવ હતો .