ભગવાન ને પ્રાપ્ત કરવા માટે અનેક સિદ્ધિ અને હોમ હવન કરવામાં આવતા હોય છે પરંતુ ખુદ પ્રભુ જ આપના દ્વારે આવેતો ! આ દ્રશ્યમાં સામાન્ય ચિત્રકાર છે જે પોતાના જીવનમાં પ્રભુ દર્શન માટે મંદિરો માં ગયાહશે પરંતુ આજ તો એવો પ્રસંગ આવ્યો કે એક મંદિર માં બિરાજવા જતા કૃષ્ણ અને રાધાજી જાણે સામે થી તેની હાટડીયે પધાર્યા છે અને ચિત્રકાર પણ તેને શણગારવા માં હ્રદય લગાવી રંગ પુરી રહ્યા છે
