ટુ પોઇન્ટ ઝીરો આ એક ફિલ્મ નું નામ જ નથી
પરંતુ પક્ષીઓમાં શાંતિ દૂત ગણાતા કબૂતર જોડીમાં હોય છે પરંતુ બન્ને હંમેશા શૂન્ય મનસ્ક થઇ ને ગગન માં વિહરતા હોય છે ટુ પોઇન્ટ ઝીરો નો અર્થ એ પણ કરી શકાય બે માંથી શૂન્ય તરફ આ પણ એક ધ્યાન અવસ્થા છે જેમાં મન ને શૂન્ય સ્થિતિમાં લઇ જવાય છે જો અનુભૂતિ કરવી હોય તો આપણી આસપાસ વિહરતા કબૂતર ના જોડા ને નિહાળવા એકમેકના પ્રેમ જાળવવા અને સાથે રહેવાની ભાવના શાંતિદૂત સંદેશો આપે છે
