આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા પોરબંદરના ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા તથા તાલુકા અને પાલિકાના કાર્યકરો માટે ભાજપના નિરીક્ષકોએ ચૂંટણી લડવા માગતા દાવેદારોના સેન્સ લીધા હતા.