Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Jan 26, 2021

પોરબંદરમાં ૭૨મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની કરાઇ ઉજવણી

પોરબંદરમાં ૭૨મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની કરાઇ ઉજવણી


કલેકટરએ તિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કરી કોરોના વોરિયર્સનું સન્માન કર્યું



રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરીને દેશની ઉન્નતિ અને પ્રગતિમાં સહભાગી બનીએ - કલેકટર ડી.એન. મોદી

 પોરબંદર ખાતે ૭૨મા  પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી હતી. જિલ્લા કલેકટર શ્રી ડી.એન.મોદીએ ધ્વજવંદન કરી જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સાથે ખુલ્લી જીપમાં  પરેડનું નિરીક્ષણ કર્યું હતું .  ધ્વજવંદન કાર્યક્રમમાં પોરબંદર પોલીસ પ્લાટુન, પોરબંદર મહિલા પોલીસ,  ટી.આર.બી. જવાનો સહિત ૬ પ્લાટુનની પરેડ યોજાઇ હતી.  ગણતંત્ર દિન ઉજવણી નિમિત્તે માર્ચપાસ્ટ પણ યોજાઇ હતી.

તિરંગાને સલામી આપ્યા બાદ કલેકટરશ્રી મોદીએ કહ્યુ કે, પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિત સ્વતંત્ર સેનાનીઓએ આપણને આઝાદી અપાવ્યા બાદ દેશને ચલાવવા માટે બંધારણ ખૂબ જરૂરી હોય જેથી આપણા વડવાઓએ અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ આપ્યું હતું. બંધારણે આપણને મૂળભૂત અધિકારો આપવાની સાથે સાથે મૂળભૂત ફરજો પણ આપી છે. આપણે એક સારા નાગરિક બની રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપીએ.


કલેકટરએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ઉજાગર કરી દેશની ઉન્નતિ અને પ્રગતિ માં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. પોરબંદર જિલ્લાની જનતાને પ્રજાસત્તાક પર્વનિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. સ્વાતંત્ર સંગ્રામના શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી સેનાના જવાનોની સેવાને પણ બિરદાવી હતી.

 કોરોનાને પરાસ્ત કરવા મહિનાઓથી કામ કરી રહેલા કોરોના વોરીયર્સનો આ તકે આભાર વ્યક્ત કરવાની સાથે સાથે કોરોના સામે લડવા જિલ્લાતંત્રને પુરતો સહયોગ આપવા બદલ જિલ્લાવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તથા હજુ માસ્ક પહેરવુ, સામાજિક અંતર રાખવા અપીલ પણ કરી હતી.

 

 

 

 

 

કલેકટરએ આ પ્રસંગે રેત શિલ્પકાર નથુભાઇ ગરચર, ભાવસિંહજી હોસ્પિટલના સી.ડી.એમ.ઓ પરમાર, મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલના સંચાલકો તથા શિક્ષક અને ઉદઘોષક નિરવ જોષીનુ સન્માન કરી પ્રમાણપત્ર પાઠવ્યા હતા. કલેકટરએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય  બાબુભાઇ બોખીરીયા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, અધિક કલેકટર રાજેશ. એમ. તન્ના પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદારઓ, જિલ્લાનાં અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, અન્ય કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો, વિધાર્થીઓ તથા પોરબંદર જિલ્લાવાસીઓ ફેસ માસ્ક અને આપસમાં સામાજિક અંતર રાખીને ઉપસ્થિત રહ્યા હતા.