ગરીબની દુઆ અચૂક સફળતામાં મદદ કરે છે (18july2016)
આ છે અમરી માં એક વાર ખુબજ છાતી માં દુખાવો ઉપડતાં પોરબંદર ની ઠકરાર હોસ્પિટલ માં દાખલ કરાયા જીવન અને મરણ માં જોલા ખાતા અમરી માં ચિંતા માં મુકાયા કારણ કે એમની પાછળ તેના દીકરાની સાત દીકરીઓ અને એક દીકરો હતા જેનું ભરણ પોષણ સાવરણાં વેચી અમરી માં કરે છે .પોતાના ના દીકરા ને તો અમરીમાં પાસે થી પ્રભુ એ છીનવી લીધો હતો હવે જો હું જતી રહીશ તો આ લોકો નું ભરણપોષણ કોણ કરશે એ ચિંતા અમરી માં ને સતત રહેતી હતી .તાત્કાલિક એક તબિબે યોગ્ય સારવાર આપી અને રોજ તેને પોસિટીવ વિચારો આપ્યા પ્રભુ અને તબીબ ની કૃપા થી આજે અમરીમાં નો જીવ બચી ગયો પણ એ ગરીબ અમરીમાં એ તબીબ ને આશીર્વાદ આપ્યા દીકરા તારું ભગવાન સારું કરશે.....ને એ તબીબ ને પણ એક ગરીબ ની દુઆ ફળી હોય તેમ એ તબીબ દુબઇ માં જોબ મળી આજે એ સફળ તબીબ તરીકે ફરજ બજાવે છે
કહેવાય છે ને ડોક્ટર ભગવાન સ્વરૂપે હોય છે તો ગરીબ ની દુઆ ક્યારેય નિસ્ફળ જતી નથી