કોઈ અજાણી વ્યકિત બે કલાક આપની સાથે વાતચિત કરે એ પરથી નક્કી ન કરવું કે આ વ્યક્તિ નું વ્યક્તિત્વ સારું છે કે ખરાબ જેતે વ્યક્તિ તેના જીવનમાં આવતા ઉતાર ચડાવ અને સંજોગ પરિસ્થિતિ અનુસાર વ્યક્તિવ બદલતો હોય છે પરંતુ લોકો તેને તરત જ જજ કરી લે છે જે ખરે ખર દુર્ભાગ્ય પૂર્ણ છે
એક એન આર આઈ ફેમિલીને પિતાજી ના અસ્થિ વિસર્જન વિધિ માટે રાજકોટથી સોમનાથ જવું હતું રાજકોટ ની એક પ્રસિદ્વ હોટેલ માં રોકાયા હતા અને સાંજે કાર હાયર માટે વાતચીત ચાલતી હતી પત્ની એ હંમેશા મોટી કાર લઇ જવાનો આગ્રહ રાખે પરંતુ પતિ એ સમજાવી મોટી લઇ જઈએ કે નાની કાર પહોંચાડશે તો બન્ને એક જ સ્થળે તેથી નાની કાર નું નક્કી કર્યું અને એમાંથી જે રકમ વધે તેનું વધુ દાન કરવાનું વિચાર્યું એટલે પત્ની પણ માની ગઈ.
હોટેલ માંથી એક નાની કાર બુક કરાવાઈ અને ચાર ફેમિલી મેમ્બર અને એક ડ્રાઇવર પાંચ લોકો સવાર માં નીકળી ગયા રાજકોટ થી સોમનાથ રસ્તો લાંબો હતો અને ગુજરાતીઓને પૂછવાની ટેવ હોય એટલે પતિ એ તરતજ ડ્રાઇવર ને નામ પૂછ્યું અને બસ વાતો ચાલુ થઇ એમાં વાત વાત માં થી વાત નીકળી અને પતિ પત્ની બન્ને ના હોશ ઉડી ગયા જયારે ડ્રાઇવરે કહ્યું આજે મારી નોકરી નો પહેલો દિવસ છે.જોકેવર્ષો પહેલા ડ્રાઇવિંગ કરતો પરંતુ ત્યાર બાદ ચશ્માંની દુકાન હતી જે બન્ને ભાઈઓ સંભાળતા પરંતુ હવે દુકાન ની આવક માંથી બન્ને ના ઘર ના ચાલે એટલે મોટા હોવાના નાતે ડ્રાઇવરે પોતે દુકાન છોડી ડ્રાઇવિગ ની નોકરી શરૂ કરવાનું વિચાર્યું સફર તો આરામ દાયક હતો પરંતુ વાત માં બીજી એક વાત એવી નીકળી કે પતિ પત્ની બંને ફરીથી હોશ- કોશ ઉડી ગયા જયારે ડ્રાઇવરે કહ્યું કે થોડા દિવસો થી બીમાર રહું છું એટલે જમ્યાં બાદ દવા લેવી પડે પરંતુ હવે તો સોમનાથ પહોંચી ગયા અને ત્યાં તમામ વિધિ પૂર્ણ કરી ત્યાર બાદ પરત ફરતી વખતે રાત્રી નો સમય અને કઈ વિઘ્ન ન આવે તેવી પ્રાર્થના કરતા કરતા પતિ પત્ની કાર માં બેઠા હતા અને અચાનક પતિ બોલ્યો બોનેટ માંથી ધુંવાળાં શેના નિકરે છે ! અમે ડ્રાઇવર છીએ ભાઈ અમને ખબર પડે ગાડી પહેલા ચેક કરાવેલ હોય કઈ જ નથી એમ કહી બે કીલોમિટર કાર ચલાવી ફરી ધુવાળા દેખાતા ડ્રાઇવર પણ અચમ્બ માં પડ્યો બોનેટમાં કંઈક તો છે જ ઉભી રાખી પાણી નાખ્યું અને દવા પીવાની હોવાથી જમવુંતો પડે એટલે નજીક માં હોટેલ ની રાહ જોઈ પરંતુ રાત્રી ના સમય માં બન્ધ નજરે પડતા વધુ મુશ્કેલી પડી છેવટે પતિ એ એક જાણીતા મિત્ર ને ફોન કર્યો તેની હોટેલ રસ્તામાં જ હતી રાત્રીના સમયે પોલીસ દુકાનો બન્ધ કરાવતી હોય છે આથી તે શહેર માં એક પણ દુકાનો ખુલી ન હતી છતાં કહ્યું કઈ વાંધોનહીં આવો રાત્રે 3 વાગે પણ તમને જમવાનું મારી દુકાને મળી જશે પતિ એ હાશકારો અનુભવ્યો અને ડ્રાઇવર ને કહ્યું પહેલા તમે જમજો પછી દવા પિલેજો પછી જ ડ્રાઇવિંગ કરજો હો વચ્ચે કાર મલિક ના અનેક ફોન આવ્યા ક્યાં પહોંચ્યા ! બસ આ ફોન પરથી લાગ્યું કે ડ્રાઇવર નવો છે પરંતુ હોટેલ નજીક આવી અને જમાડ્યા ત્યાર બાદ ડ્રાઇવરે તેના પરિવાર વિષે વાત ચિત કરી કે તેની પત્ની પણ બીમારી નો ભોગ બની હોય આથી પરિવાર માં ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ એ જાણી ને વધુ ચોકી ગયા કે આ પરિવાર ને રાજકોટ પહોંચાડી તે જ ડ્રાઇવર ને સવારે અન્ય વર્ધી માટે કાર માલિકે તેને ફોન પર જણાવ્યું આથી પતિ એ તરતજ માલિકને રિકવેસ્ટ કરી કે ભાઈ ડ્રાઇવર ની તબિયત સારી નથી મહેબાની કરી અન્ય પરિવાર ના જીવ જોખમમાં મુકાય તેવું ન કરશો!
મલિકે આ સાંભળી તરતજ કહ્યું અમારે રૂપિયાનથી જોતા પરંતુ તમારા માટે અન્ય એક કાર ની વ્યવસ્થા કરી આપું છું પરંતુ પતિ ને પેલા ડ્રાઇવર ના જીવન વિષે ચિંતા સતત મન માં થતી હતી આથી પળે પળે તેનાવ્યક્તિત્વ અંગે નો અભિપ્રાય બદલતો જતો હતો
..............................નિમેષ ગોંડલીયા
