Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Nov 30, 2017

મારો અનુભવ

એક મુસાફર બની ને આ દુનિયા ની મુલાકાતે આવ્યો છું અનેક ઝંઝાવાતો અને જ્વાળામુખી પર ના પરિભ્રમણ બાદ અહીં પહોંચ્યો છું લખવાના ઘણા.શબ્દો થી ના આકશો કિંમત મારી ક્યારેક હું મૌન મા પણ બોલું છું શુ હશે એ સમય જ્યારે આ દિલ ચોધાર આંસુ થી રડયું હશે કલ્પના ને વાસ્તવિકતા મા ફેરવવા હમેશા મથું છું હું મલ્યા અનેક લોકો એવા જે રાહબર બની ચાલ્યા સંગાથે. એમની મંઝિલ મળી ને વિખુટા પડતા ગયા બધા શા માટે બનાવ્યા એવા સંબંધ કે જે ના છૂટી જવાથી જિંદગી મા ખાલી પણું વર્તાય છે કાળિયો ઠાકુર પણ નથી જોતો આ જીવન ના સરવૈયુ જેમાં હિસાબો સરભર કરવાનું બાકી રાખી મુજ ને ગોટાળે ચડાવી ને કયા ગયો તું!

નથી કોઈ લાલચ જેથી હું તારી પૂજા કે શ્લોક ના થોથા વાંચી ટં કોરી  નગારા વગાડી તને જગાડી ડિસ્ટબ કરું .ભલે હું નાસ્તિક મા ખપુ છું જો ખરેખર મને મળવું હોય તો પ્રભુ તારે પણ તપસ્યા કરવી પડશે એમ મફત મા મળું એવો સામાન્ય માનવ હું તો નથી .
જીવન ના તમામ પથ પર પાછું ફરી ને જોયું ત્યારે સમજાયું છે કે મારા પ્રયત્નો મા પાછળ તારી જ સળી હતી એટલે જ તો એવી ઘડી હજુ સુંધી મને મળી નથી કે જયાં તું મારી સામે હો..સામે આવે તો ખખડાવું તને આમ બીકણ ની જેમ પાછળ શુ પડ્યો છો મારી જિંદગી ની  તેતો જીવી લીધું અનેક જન્મો લઈ બે ચાર ઘડી મને પણ જીવવા દે મને હવે તું ...આવીશ ઉપર ત્યારે વેર  વાળી લે જે અહીંયા તો શાંતિ થી જીવવા દે
ખોટું ના બોલીશ કે મારે મંદિરો મા દર્શન આપવા જવાના હોય છે.અનેક યજ્ઞો અને મંત્રો બોલાવી માણસ ને પણ ગોટે ચડાવે છે તું ..છતાં પેલા પંડિતો તને જમાડવા ના પણ પૈસા માંગે છે ને ક્યારેક તો મંદિર ના બારણા બંધ કરી ઉલ્લુ બનાવે છે ને કહે કે પ્રભુ સુતા છે અત્યારે  દર્શન નો સમય નથી ...
પણ જો સાચો હોય તો આવા ધૂર્ત પાંખન્ડો ને અટકાવ તું. સાચો હોય તો સામે આવ તુ......જાત્રા મા ગયેલા લોકો પણ ટીકા કરે પ્રસાદ મા મમરા ના પડીકા  પકડાવી
તને મલ્યા ના પોકળ દાવા કરે આ લોકો ને છેતરપીંડી થયા નો અનુભવ થાય છતાં દિલ મા તારાં જ વખાણ કરે

સાલું ઇ જ  સમજાતું નથી તને પામવા ભક્તિ કરે એ પણ કેટલો મૂર્ખ બને છે